સ્નેહ
સ્નેહ
ફક્ત થોડો સ્નેહ પણ આપો તમે,
શબ્દને કોઈ દેહ પણ આપો તમે.
દાંત પીસીને ભલે વઢજો તમે,
નેણલાંનો નેહ પણ આપો તમે.
હાથ છોડી ના જશો મઝધારમાં,
સમંદરને છેહ પણ આપો તમે.
ચાલશે તકરારને તલવાર પણ,
પ્રેમથી બસ જે પણ આપો તમે.
તમારો તડકો ય માણ્યો મોજથી,
કો'ક દી' તો મેહ પણ આપો તમે.
નડે "રશ્મિ"આંખની થોડી શરમ,
એટલી તો શેહ પણ આપો તમે.