તારા પ્રયાસો સતત જારી રાખ
તારા પ્રયાસો સતત જારી રાખ
અમૃત મળે કે ઝેર મળે, હાર મળે કે જીત,
નફરત મળે કે પ્રીત,
બસ તારા સતત પ્રયાસો તું જારી રાખજે.
સ્વપ્ન ભૂમિમાં બીજ વાવી દે તું અરમાનોનાં,
આત્મવિશ્વાસનું પિવારાવજે જળ,
આસ્થાનું નાખજે ખાતર તું એમાં,
પાનખર મળે કે વસંત,
બસ તારા પ્રયાસો તું જારી રાખજે.
ધરાની ધૂળ પણ એક દિન મહેકી જશે,
સતત પ્રયાસો તારા તું જારી રાખજે,
ઈશ્વર રૂબરૂ મળે કે ના મળે,
તારી પ્રાર્થના જારી રાખજે.
બસ શબરી બની આસ્થા રાખ,
એક દિન રામ જરૂર આવશે,
તારા પ્રયાસોને સતત તું જારી રાખ,
હિંમત અને હૌસલો તારો બુલંદ રાખ.
આજે ભલે નિષ્ફળતા મળે,
એક દિન સફળતા તારા કદમ ચૂમશે,
આ તારું ભાગ્ય પણ તારી સામે ઝૂકશે,
બસ તારા પ્રયાસો તું સતત જારી રાખ,
આજે ભલે અમાસની અંધારી હોય રાત,
કાલે ભવ્ય ભોર હશે !
કાલે સૂરજ પણ તને મળવા મજબૂર હશે !
આ ઉજ્જવલ ભાવિ તારા દ્વાર ખખટાવશે,
બસ તું સતત તારા પ્રયાસો જારી રાખ.
નાવ ભલે હોય કાગળની,
જીવન દરિયે ભલે હોય તોફાન,
બસ આસ્થાની પતવાર તું પકડી રાખજે,
કિનારો સામે ચાલીને આવશે તારી પાસે,
બસ તારા પ્રયાસો સતત તું જારી રાખ.
