જુસ્સો જગાવી શકે છે
જુસ્સો જગાવી શકે છે
તું દુનિયા પર સિક્કો તારો જમાવી શકે,
યોગ્ય સમયે જો તું યોગ્ય દાવ લગાવી શકે.
ભલેને ટ્રેન માફક દોડતી હોય આ જિંદગી,
તોય ભીડથી અલગ થઈ તારું કૌવત બતાવી શકે.
જાણી લે તું ઈશ્વરના નિયમ તો,
હારી બાજી પણ તું પલટાવી શકે.
કરી લે જો આ અશ્વ જેવા મન પર કાબૂ,
તો ગમે તેવા યોદ્ધાઓને પણ હરાવી શકે.
કુદરતે આપેલ શક્તિનો તું ઉપયોગ કરી શકે,
તો આ દુનિયામાં નામ તારું તું કમાવી શકે.
પ્રયાસોની પાંખે જો પુરુષાર્થના ગગનમાં ઉડી શકે,
તો સફળતાનું આખું આકાશ તારા નામે કરાવી શકે.
રાખ તારી જાત પર તું અડગ વિશ્વાસ,
તું ચાહે તો સફળતાને તારા કદમોમાં નમાવી શકે.
તુજ તારી બીમારી ને તુજ તારું ઔષધ,
તું ચાહે તો આખા જગતમાં પરિવર્તન લાવી શકે.
વાદળોની જેમ વરસી શકે છે,સોનાની જેમ તપી શકે છે,
હારેલ વ્યક્તિમાં પણ ફરી જોમ જુસ્સો તું જગાવી શકે છે.
