સ્વપ્ન
સ્વપ્ન


આપણે ઉંઘમાં જે જોઈએ તે સ્વપ્ન અર્થહીન અને નિરાકાર છે,
જીવન ઉત્કર્ષ માટે સેવેલા સપના છે સાચા, જે આપણે કરવાના સાકાર છે.
કોઈ પણ કાર્ય માટેનો પાયો હોય છે એના અંગે સેવેલું સ્વપ્ન,
હોય કોઈ પણ સિદ્ધિ, સ્વપ્ન એ કોઇ પણ સિધ્ધિ માટેનું પ્રથમ દ્વાર છે.
સ્વપ્ન કામ કરે છે આપણા સહુની જિંદગીમાં એક ઓજાર જેવું,
સિધ્ધિ પ્રાપ્ત કરવા માટે, સ્વપ્ન એક હામ આપતું હથિયાર છે.
મક્કમતા, ખંત અને પ્રમાણિકતાથી થઈ શકે છે સ્વપ્નની ઉપાસના,
કુદરતે સ્વપ્ન સેવવા માટે આપ્યો બધાને અબાધિત અધિકાર છે.
ધ્યેય વગરની જિંદગી હોય છે સુકાન વગરના નાવ જેવી,
આપણા સ્વપ્ન પર, ધ્યેય નિર્ધારણનું દારોમદાર છે.
એક સારું સ્વપ્ન આપણને આપી શકે છે જીવનનો હેતુ,
સેવેલા સ્વપ્ન પર આપણી જિંદગીનો ઘણો મદાર છે.
મુંગેરીલાલ કે હસીન સપને જેવા નથી રાખવાના આપણે સ્વપ્ન,
સાચા, સારા અને યથાર્થ સ્વપ્ન સેવવા, એ પણ એક સંસ્કાર છે.
દરેક સફળતા અને સિધ્ધિ માટે આપણને મળે છે વાહ વાહ,
આ વાહ વાહના અંતઃપ્રવાહમાં, આપણે સેવેલા સ્વપ્નના દિદાર છે.