કારણ શું હશે
કારણ શું હશે
હૃદયના ભૂકંપનું કારણ શું હશે ?
આ વારંવાર થતાં ભૂકંપનું મારણ શું હશે ?
સિસ્મોગ્રાફ પણ બતાવી શકતું નથી.
એનું કારણ શું હશે.
આ હૃદયમાં થતાં ભૂકંપનું કારણ શું હશે ?
અંદરોઅંદર બળીને ભસ્મ થતાં સપનાઓનું કારણ શું હશે ?
આ હૈયે ઊગતાને ઘડીભરમાં અસ્ત થઈ જતા.
આ સપનાઓનું કારણ શું હશે ?
આ હૈયે ઊગી આશા ઉમંગની વેલ,
પણ સૂકાઈ આમ ઘડીભરમાં,
એનું કારણ શું હશે ?
આ નફરતનું પૂર આવ્યું,
આ હૃદયના સરિતામાં.
તાણીને લઈ ગયું આશા ઉમ્મીદ અને સપનાઓને,
આ સપનાઓને વિખરાઈ જવાનું કારણ શું હશે ?