STORYMIRROR

Dilipsinh Sodha

Inspirational

3  

Dilipsinh Sodha

Inspirational

કર્મ સાર્થકતા

કર્મ સાર્થકતા

1 min
206

નામ જેનું ભગત હતું પણ કામ ભડવીર તણા કરી ગયો

 મા ભારતીનો વિર સપૂત સ્મિત વદને માંચડે ચડી ગયો,


 સર્વ સુખોનો ત્યાગ કરીને એ વીર નામ સાર્થક કરતો ગયો

 માભોમ કાજે સુખદેવ પણ સ્મિત વદને માંચડે ચડી ગયો,


 રાજ ભોગવવા રહ્યો નહીં છતાં પણ રાજગુરુ બની ગયો

 રાજ અપાવવા રાજી થઈને સ્મિત વદને માંચડે ચડી ગયો,


 ભગત, રાજ ને સુખ ત્રણે દેશ કાજે શહિદ થયા

 સિંહ, ગુરુ ને દેવના કર્મો સાર્થક કરતા ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational