STORYMIRROR

Dilipsinh Sodha

Tragedy Inspirational Others

3  

Dilipsinh Sodha

Tragedy Inspirational Others

જીવનની પતંગ

જીવનની પતંગ

1 min
1.5K

પવનની દિશા જોઈ જીવનનો પતંગ ચગાવજો,

ઈચ્છાઓ આકાશને આંબવાની રાખો ભલે,

પણ ચરણોને હંમેશા જમીન પર રાખજો.

તૂટે ના જીવનનો દોર એમ સાચવીને પતંગ ચગાવજો,


વિચાર મતભેદના પેચ ભલે લાગે પણ

મનભેદ રાખી નિર્દોષના ગળા નવ કાપશો,

સચવાય તો સાચવજો આ જીવનને 

ક્યારેક ખેંચીને તો ક્યારેક ઢીલ મૂકીને,

આ જીવનમાં આપણા જ આપણને કાપશે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy