STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

ટેડી

ટેડી

1 min
268

યાદ આવે તારી જ્યારે જોઉં હું ટેડી,

મળવા આવી ન શકું, તે બાંધી છે બેડી,


મંઝિલ મારાં જીવનની તું જ હતી ને,

હવે ચાલું છું છતાં લાગે દુર્ગમ આ કેડી,


ઘડી બે ઘડીના સંબંધની શું વાત હું કરું,

કોને કહું કે કેટલી લાંબી મઝલ મેં ખેડી,


શક્ય ના થયું મિલન એનો અફસોસ શું ?

પસંદ ન હોય જે નિભાવે નાતો જીવ રેડી,


અપેક્ષા રાખવી નકામી છે આ જગતથી,

પોતે જ ફરવું પડે છે બધો ભાર હવે તેડી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy