STORYMIRROR

Hiral Pathak Mehta

Romance Tragedy

4  

Hiral Pathak Mehta

Romance Tragedy

હું રોજ મરું

હું રોજ મરું

1 min
205

ઠંડો પવન વાય ને હું ધ્રુજું

તપતો હોય તાપ તો હું તપું

વગર વરસાદે ભીંજાઉં 

તારી વાટ માં હું રોજ મરું


અડીખમ ઉભેલી આજ કેમ ડગમગુ ?

સલામત જીવન માટે કેમ તરસું ?

કઈંક તો છે ને આમ આજે કેમ નમું ?

તારી વાટમાં હું આમ રોજ મરું


વાંક તારો કે મારો ?

આ કસોટીનો કોણ પારખનારો ?

દૂર કર્યો કે દૂર થયો.

આજે આ સવાલનો શું સથવારો ?

કઈંક તો છે ને જે ખૂટે છે ?

એમજ નથી તારી વાટમાં હું રોજ મરું


ગુમાવ્યાંનો એહસાસ તને પણ હશે

થોડી તકલીફ તો મને પણ થતી હશે ને ?

વિશ્વાસના વહાણમાં મુક્યો હતો પગ

એટલો તો હતો ને મારો હક ?

તું તો આજે મર્યોપણ તારી વાટમાં હું રોજ મરું


Rate this content
Log in

Similar gujarati poem from Romance