સફર
સફર
જિંદગીને સફર માની ચાલી જાઉં છું...
મંજિલ તરફ ડગ છે એમ માની ચાલી જાઉં છું.
મળતી જાય છે કેટલીય ક્ષણો નામી અનામી...
એ ક્ષણ ને જીવી જાણી ચાલી જાઉં છું.
ક્યાંક વળાંકે, ક્યાંક ચડાવે, મળતા પડકારે...
સાથ છે ઈશ્વરનો એવું રાખી ચાલી જાઉં છું.
ખબર છે કે છેલ્લું મુકામ મૃત્યુ છે પણ...
આગળ મુક્તિનો દ્વાર છે, એવું ધારી ચાલી જાઉં છું.