પાનું
પાનું
જિંદગીને મે સમયના અમલમાં રાખી છે,
ફરીથી એને એક કાયદા માં બાંધી છે.
એક પાનું ફર્યું છે એક પાનું હજુ ફરશે,
એક પાના પર મે જિંદગીને ઊભી રાખી છે.
એના કાયદાના પાનાં ચાર...
બાળપણ, યુવાની,
પ્રોઢ ને વૃદ્ધાવસ્થા,
પાને પાને જિંદગી ને અલગ રાખી છે.
એક પાનું ફેરવી ને આગળ વધી તો,
ખબર પડી કે.......
પાછલું પાનું હજુ વાંચવાનું જ બાકી છે.
