તારા નામે વરસાદ
તારા નામે વરસાદ
આ વરસતા વરસાદના બુંદો
જાણે મુજમાં આવીને પીગળે,
શ્વાસ લે એક એક ટીપું મુજમાં
આ રોમે રોમમાં આવીને ઓગળે,
આ વિરાન હૃદયને આવીને વિખોળે
જાણે રમતી હોઉ હું માને ખોળે,
વાછટની છાંટ બની તુંં નવી ભાત પાડે
પ્રીતના બુંદ બનીને મુજને ચોળે,
લાગણીના પરિસરમાં તું આવને
મન મૂકીને વરસી જા આમ મુંજને ના છળે,
કુદરતની કેવી મજાની રમત છે તારા નામે
પ્રત્યેક ટીપે એક પ્રેમનો પરપોટો નીકળે,
તારી યાદોની પણ મહેફિલ જામે,
જોને દરેક દિશા એ કાગળની હોડી નીકળે,
તું મને વરસાદ થઈને બહારથી ભીંજવે કે
હૃદયનાં ખૂણે ભીનાશ થયને નીતરતો પીગળે,
આ સાંજના સથવારે વરસાદનું બુંદ
સંધ્યાની રંગોળીમાં મુજને રંગોળે,
હૈયાના પૂર નથી કાબૂમાં રહેતા
ઉપરથી આ વરસાદ તેને વધારે રગદોળે,
હવે આંખોમાં આવી છે ભીનાશ
તું આવી બુંદ બનીને વધારે ચોળે.

