એક ચહેરાને
એક ચહેરાને
એક સ્મિતભર્યા ચહેરાને..
કોઈ કેમ ભૂલી શકે.
આંખોમાં જાણે એની અવિરત,
અમી જ વરસે,
એ વરસતી, નિતરતી વાદળીને...
કોઈ કેમ ભૂલી શકે.
પ્રેમનો અથાગ સાગર છે, એ..
એમાં ડૂબકી લગાવવાનું..
કોઈ કેમ ભૂલી શકે.
જીવનને જીવતું રાખતું એનું...
સ્મિત....
એની સાથે મલકવાનું ..
કોઈ કેમ ભૂલી શકે.
એ જાણે હસતું ઉપવન...
એમાં ખીલવાનું...
કોઈ કેમ ભૂલી શકે.