યાદ
યાદ
શું કહું યાદો ના મંજરમાં ખોવાઈ ને પાછા ફરેલા સ્મૃતિપટ પર તારી જ છબી અંકિત થાય છે.
આ રોજબરોજની જીવન ઘટમાળમાં ચાલતા વ્યસ્તતાના ચક્રવ્યૂહમાં પણ તારા જ સ્મરણ થાય છે.
કોયલના ટહુકા સમાન તારી વાણીનો ભાસ રોજ સવારે કોયલ ને જોયા પછી થાય છે.
આ આદત લાગી છે મને તારી અને ચા પીવું તો પણ તારી મીઠી વાતોની મ્હેક આવી જાય છે.
રાતરાણીના ફૂલોની મ્હેક અને સુવાસ ચારેકોર છે, પણ લાગે છે તારી પરથી આવતી એક હવાની લ્હેર બધા ફૂલોને મહેકાવી જાય છે.

