મારું ગરવી ગુજરાત
મારું ગરવી ગુજરાત
ગાંધીજીની જન્મ ભુમી, મારું ગરવું ગુજરાત,
કાગ બાપુનાં કંઠે વ્હેતું, મારું ગરવું ગુજરાત.
સિદ્ધરાજના શોર્ય ગાતું મારું ગરવું ગુજરાત,
ઝવેરચંદ મેઘાણીની કલમે લખાતું મારું ગરવું ગુજરાત.
પાવાગઢ, શેંત્રુંજયના ડુંગરે બોલે મારું ગરવું ગુજરાત,
નર્મદા, તાપી, મહીસાગરમાં હિલોળે મારું ગરવું ગુજરાત.
અંબાજી, સોમનાથ દ્વારકેશની,
ઝાલરે ગુજતું, મારું ગરવું ગુજરાત.
સરદારની ગૌરવ ગાથા,
ગાતું મારું ગરવું ગુજરાત.
સંતોના ચરણે નમતું મારું ગરવું ગુજરાત,
અખંડ ધૂણો ધખાવીને બેઠું મારું ગરવું ગુજરાત.