STORYMIRROR

Shrddha Katariya

Classics Inspirational Others

3  

Shrddha Katariya

Classics Inspirational Others

આશાની દિવાળી

આશાની દિવાળી

1 min
76

હારી ને શું હાંસલ કરવાના 

થોડીક હિંમત કરી લઈએ,

જીત મળ્યા પછી પણ ટકવાની નથી,

થોડીક ઉજવણી કરી લઈએ.


કયાંક રોજના ઉત્સવ વિખેરાઈ જવાનાં,

એ પેલા એની સરવણી કરી લઈએ

ક્યાંક મળતાં મળવતાં દિવસો ખૂટી જવાનાં,

થોડીક વધારે વાતો કરી લઈએ.


રસ્તાઓ રોજ સુખ તરફ નથી જતા,

થોડીક મિત્રતા દુઃખ સાથે પણ કરી લઈએ

એક કદમ આપણું ને બાકી ઈચ્છા હરિની,

થોડીક તાલ કુદરત સાથે પણ મિલાવી લઈએ,


અંધારું ચારેકોર છે નિરાશાનું,

આશાનાં દીપ જલાવી ને દિવાળી કરી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics