સફર
સફર


જીવનથી મૃત્યુ સુધી જિંદગીનો,
રસ્તો જતાં જોયો છે.
આ સફરમાં માણસ ને,
સસ્તો થતાં જોયો છે.
લાગણી, પ્રેમ, દયા, સમભાવ,
ને ખોતો જોયો છે.
સ્વાર્થની બેડીઓમાં,
પોતાને જકડતો જોયો છે.
જમીન વહેંચી હતી ત્યાં સુધી બરાબર હતું,
મા-બાપના ભાગ પાડવા દલીલો કરતો જોયો છે.