તારા વિના વાલમ
તારા વિના વાલમ
હવે તુ ક્યાંય નજરે આવતી નથી,
તારી મુલાકાત કદી પણ થતી નથી,
તારા વિચારો મનમાં આવતા વાલમ,
મારી રાત પણ પસાર થતી નથી.
તારી વાટ જોવાનું હું ભુલતો નથી,
તારૂં આગમન જીવનમાં થતુ નથી,
સૂના પડેલા મારા આંગણામાં વાલમ,
પ્રેમનાં પુષ્પો પણ મહેંકતા નથી.
તારો ચહેરો પણ ચંદ્રમાં દેખાતો નથી,
તારાઓ સાથે મહેફિલ યોજાતી નથી,
ચંદ્ર પણ હસી રહ્યો છે વ્યંગમાં વાલમ,
તે જોઈને મારાથી સહન થતું નથી.
તારા વિના હ્રદય પ્રેમથી ધડકતું નથી,
તારો વિરહ હ્રદયમાંથી દૂર થતો નથી,
નિર્જીવ બન્યો છુ તારા વિના વાલમ,
મને સ્મશાનમાં દફનાવનાર કોઈ નથી.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)