STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

સૂમસામ મહેફિલ

સૂમસામ મહેફિલ

1 min
205

લાખો ચહેરાઓ મારી સામે છે,

હું તમામ ચહેરા નિરખી રહ્યો છુ,

છતાં નજર મારી ક્યાંય મળતી નથી,

એટલે જ હું ખૂબ મુંઝાયો છુ.


લાખો લોકો અહિંયા દિલવાળા છે,

બધાની ધડકન હું સાંભળી રહ્યો છું,

છતાં આ દિલ ક્યાંય મારૂં મળતુ નથી,

એટલે જ હું પત્થર દિલનો છું.


લાખો લલનાઓનો મેળો જામ્યો છે,

હું ઈશારા કરીને બોલાવી રહ્યો છું

છતા કોઈ મારી પાસે આવતું નથી,

એટલે જ હું શરમ અનુભવું છું.


લાખો તારાઓ ઝગમગી રહ્યા છે,

હુંં પ્રેમની મહેફિલ જમાવી રહ્યો છું,

છતો મહેફિલ સૂમસામ છે "મુરલી",

એટલે જ પ્રેમ માટે તડપી રહ્યો છું.


રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી"(જુનાગઢ) 


Rate this content
Log in

Similar gujarati poem from Romance