ફકીર બની બેઠો
ફકીર બની બેઠો
હું તને મળવાનો વાયદો કરી બેઠો,
હું તારી રાહ જોવા આતુર બની બેઠો,
મને શુ ખબર કે તું વાયદો તોડીશ વાલમ,
હું મારી મુર્ખતા ઉપર શરમિંદો બની બેઠો.
હું તને પ્રેમની અભિવ્યક્તિ કરી બેઠો,
હું તને સાચા પ્રેમથી આવકાર આપી બેઠો,
મને શું ખબર કે તું બદલાઈ જઈશ વાલમ,
હું વિરહના આંસુઓની માળા પહેરી બેઠો.
હું તારા પ્રેમ ઉપર વિશ્ચાસ મુકી બેઠો,
હું તારી સુંદરતામાં ભાન ભૂલી બેઠો,
મને શું ખબર કે તું દગો કરીશ વાલમ,
હું તારા પ્રેમમાં પડવાની ભૂલ કરી બેઠો.
હું તને પ્રાપ્ત કરવા પાયમાલ બની બેઠો,
હું તને શોધવા ભટકીને ઘાયલ બની બેઠો,
મને શુ ખબર તું પ્રેમને રમકડું સમજીશ "મુરલી",
હું તારા પ્રેમમાં પડીને ફકીર બની બેઠો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

