તું એક મીઠું ઝેર છે
તું એક મીઠું ઝેર છે
તું એક મીઠું ઝેર છે
તું એક મીઠું ઝેર છે જે રોજ પીવાઈ જાય છે
ખબર છે મુજને કે નથી સારી સંગત તારી,
તેમ છતાં આગ સાથે રમત રમાઈ જાય છે
તું જાણે આંકડો "૧૩" નો છે. દુનિયા જેનાથી ગભરાય છે
ખબર છે મુજને તેરની બલીહારી,
તેમ છતાં મારો નસીબદાર નંબર તું ગણાય છે.
તૂટેલી માળા તું વેરવિખેર છે. જે મારાથી વીણાઈ જાય છે.
ખબર છે મુજને નહીં પામી શકું તારી ભેદી ગલીયારી,
તેમ છતાં તારા દરેક સ્વરૂપોમાં રોજ પ્રવેશી જવાય છે.
તું કઈ ગઝલનો શે'ર છે? ખુદાથી પણ દાદ અપાઈ જાય છે
ખબર છે મુજને કે તું છે કુદરતની અદાકારી,
તેમ છતાં કેમ તું રહસ્ય કથા બનતી જાય છે?
દરેક પરિચયે તું થાય ગેર છે. અજાણ બનવા છતાં ઓળખાઈ જાય છે
ખબર છે મુજને કે પામવી અશક્ય છે તારા વિચારોની ગણતરી.
તેમ છતાં લાગે છે કે, મારા સિવાય ક્યાં તું કોઈથી ઓળખાય છે!
મધની તું જાણે મીઠાશ છે, જે કુદરતની બીજી મીઠાઈ છે.
ખબર છે મુજને તું છે ઝેરીલી નાગણ ઇચ્છાધારી
તેમ છતાં તું એક મીઠું ઝેર છે, જે રોજ પીવાઈ જાય છે
- ભવદીપ વાઘેલા "બેદર્દ" 💞
