Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Patel

Tragedy Inspirational

4  

Neha Patel

Tragedy Inspirational

પાર્થને કહો ચડાવે બાણ

પાર્થને કહો ચડાવે બાણ

1 min
201


ફૂંકાયું રણશિંગું, ને થયો શંખનાદ, 

કરી હાંકલ શૂરજનોએ ચડી ગગનભેદ !

હે કેશવ ! પાર્થને કહો ચડાવે બાણ,


આવ્યા સામસામે બંને પક્ષો કરી લલકાર,

ચડસા ચડસીમાં બન્યા બંધુ જ શત્રુ અપાર !

હે કેશવ ! પાર્થને કહો ચડાવે બાણ.


ઊભા છે સ્વજનો જ, લડવા મુજ સંગ યુદ્ધ

થઈ હાવી લાગણીઓ, ને થયો પાર્થ બેશુદ્ધ !

હે કેશવ ! પાર્થને કહો ચડાવે બાણ.


તાકું બાણ સ્વજનો સમક્ષ ! કેવી ધર્મની ગતિ ?

થયો ચિંતાતુર એક વીર યોદ્ધા, કરે વિલાપ અતિ, 

હે કેશવ ! પાર્થને કહો ચડાવે બાણ.


ગયો વિસરી એ ક્ષણિક શૂરવીતણું કર્મ,

બતાવી રાહ, કરાવો જ્ઞાન, શું છે કર્મવીરનો ધર્મ ?

હે કેશવ ! પાર્થને કહો ચડાવે બાણ.


ગયો થંભી એ મહાયુદ્ધ કેરો બળવાન સમય !

દીધુું કેશવેે અજોડ ગીતાજ્ઞાન, થયો એ અભય, 

હે કેશવ ! પાર્થને કહો ચડાવે બાણ.


થયું ભાન કર્મનુ, લડ્યો ગાંડિવધારી પાર્થ, 

ચાલ્યું જીવન કર્મની ગતિએ, થયું એ સાર્થ !

હે કેશવ ! પાર્થને કહો ચડાવે બાણ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy