STORYMIRROR

Rekha Patel

Tragedy

3  

Rekha Patel

Tragedy

કહાણી કોરોનાની

કહાણી કોરોનાની

1 min
204

થઈ મારા પતિને એક દિવસ, 

ધ્રૂજારી ઘણી ને સાથે અશક્તિ, 

ના ભાવે ખાવાનું એને, 

ધીમો તાવ ને ખાંસી થતી. 


બતાવ્યું ડોક્ટરને, 

નીકળ્યું લેવલ ઓક્સિજનનું ૯૦%,

પછી કરાવ્યું સીટી સ્કેન, 

દેખાયું સંક્રમણ ફેફસાંમાં ૭૦%,


કર્યા દાખલ હોસ્પિટલમાં, 

રહ્યાં આઈસીયુમાં દિવસ ૮.

આખા શરીરનો દુઃખાવો પારાવાર, 

ઘટે ન ધ્રૂજારી હાથ પગની, 

સાથે હતો ડાયાબીટીસ. 


ચડાવ્યાં ઇંજેક્શનો ને બાટલાઓ, 

ઓક્સિજન પણ અપાય રોજ. 

પીવાય ન પાણી જાતે, 

ન જાય મોં સૂધી કોળિયો અન્નનો. 


નર્સ, વોર્ડ બોય જેવાં કોરોના વોરિયર્સ, 

ડર ફગાવી કરી સારવાર તેમની. 

બાળકની જેમ ભરાવ્યાં કોળીયા, 

પ્યાલો પાણીનો પકડી પીવડાવ્યો. 

આવે દિવસમાં કેટલીય વાર ડોક્ટરો, 

જલ્દી સારું થઈ જવાની આપે ખાતરી. 


માનવતાની સચવાયેલી મૂડી, 

દેખાણી અહીં હોસ્પિટલમાં. 

ડોક્ટરો બધાં દેવદૂત સમાન, 

ફોન કરી મને જણાવે તેમની સ્થિતિ. 


હતાં દિવસો સંઘર્ષનાં, 

હું ઘેર, તેઓ હોસ્પિટલમાં. 

ફોન આવતાં બધાનાં, 

મોરલ સપોર્ટ મળી જતો. 


મારી આંખોએ ચોમાસું ભરપૂર, 

કોને કહું મારું દુઃખ ? 

પકડે તેમને માણસ ચાર, 

ઊભા થયા માંડ માંડ. 


તો પણ જોર પગમાં રહેતું નહીં, 

આવી જતાં આંસુઓ અપાર. 

જન્મ લઈ નવો, આવ્યાં ઘેર, 

જાણી તેમની સ્થિતિ વેદના ભરી, 

ખબર પડી કે નાનકડું વાયરસ ને તેની કહાણી મોટી. 


ના લેશો કોઈ તેને હળવાશથી, 

બની શકે તો હરાવજો કોરોનાને, 

માસ્ક પહેરો, સેનેટાઈઝ કરો, 

કામ વગર ના નીકળશો બહાર. 

રાખજો વિશ્વાસ ઈશ્વરમાં, 

માનજો તેને, એ જે કરે તે ખરું. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy