STORYMIRROR

Jagruti rathod "krushna"

Tragedy

3  

Jagruti rathod "krushna"

Tragedy

કોરોનાએ મચાવ્યો હાહાકાર

કોરોનાએ મચાવ્યો હાહાકાર

1 min
204

વીતી ગયું ગોઝારું આ વર્ષ

બચવા માટે કર્યો જે સંઘર્ષ,

કોરોનાએ મચાવ્યો હાહાકાર...


ગુમાવ્યા અનેક સ્નેહી સગા,

જેના ન થયા અંતિમ દર્શન,

હતા જે સાથે સદાય સહર્ષ,

કોરોનાએ મચાવ્યો હાહાકાર....


થયો માનવ એ હદે લાચાર,

છૂટી ગયા ધંધા ને રોજગાર,

શોધે ના મળ્યો કોઈ નિષ્કર્ષ,

કોરોનાએ મચાવ્યો હાહાકાર.....


ડર દ્વારે ડોકિયું કરે લગાતાર

સલામતીનો નથી અણસાર,

મથી રહ્યા ડોકટર અને નર્સ,

કોરોનાએ મચાવ્યો હાહાકાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy