Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti rathod "krushna"

Others

4  

Jagruti rathod "krushna"

Others

સંબંધમાં સમજણ

સંબંધમાં સમજણ

1 min
329


સંબંધોમાં સારા માણસનું રોકાણ હોય છે ! 

હૃદયની સાચી લાગણીનું ખેંચાણ હોય છે !


હોય છે ઋણાનુબંધ જ પૂર્વજનમના કોઈ જ, 

સૌ સાથે ક્યાં એવી ઓળખાણ હોય છે ? 


સુખ દુઃખમાં સાથ એજ નિભાવે વણકહ્યે, 

કહેવાતા પોતાના; સમયે અજાણ હોય છે !


અહમ અને વહેમનું ન હો જ્યાં સ્થાન કોઈ, 

અતૂટ વિશ્વાસ, સમજણનું પ્રમાણ હોય છે !


મુક્ત મને કરે વાત, શ્વાસ લઈ શકે આઝાદ, 

ખરે ના કંકર, નીવમાં એટલું ઊંડાણ હોય છે !


Rate this content
Log in