સુકાન તું જો હોય શ્યામ
સુકાન તું જો હોય શ્યામ
1 min
255
મધદરિયે તરે કાગળની નાવ,
સુકાન તું જો હોય શ્યામ !
તોફાની પ્રશાંત બનશે શાંત,
સુકાન તું જો હોય શ્યામ !
રણમાં મૃગજળ બને શીતળ,
સુકાન તું જો હોય શ્યામ !
મહેકે કુસુમ વન રેતીના તળ,
સુકાન તું જો હોય શ્યામ !
હોય પર્વત, પથ હો પથરાળ,
સુકાન તું જો હોય શ્યામ !
સરળ બની એ રાહ ખડકાળ,
સુકાન તું જો હોય શ્યામ !
ભવસાગર આમ કરશું પાર,
સુકાન તું જો હોય શ્યામ !
બીજું ના કોઈ તારણહાર,
સુકાન તું જો હોય શ્યામ !
