Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti rathod "krushna"

Fantasy

4  

Jagruti rathod "krushna"

Fantasy

પડછાયો

પડછાયો

1 min
314


ભળે જ્યારે તડકામાં છાયો,

ઉભરે ત્યારે બની પડછાયો !


ચાલતો સદા એ સાથે ને સાથે,

છાંયે છૂપાયો ને તડકે દેખાયો !


કરવા ચાહ્યો ખુદથી અલગ,

જઈને એ મારામાં જ સમાયો !


બાંધી શકાયો ના પકડી શકાયો,

છતાં બની રહ્યો સદા હમસાયો !


દિવસે કરાવતો મનભરી ગમ્મત,

બિહામણી રાતે પ્રેત ઓછાયો !


આમ જ વાત કરી એની સાથે ને,

જુઓ તો ખરાં કેવો એ હરખાયો !


સાંભળને વાત, કદી ન છોડું સાથ,

એકલતામાં સાદ એનો સંભળાયો !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy