STORYMIRROR

Jagruti rathod "krushna"

Inspirational

4  

Jagruti rathod "krushna"

Inspirational

ગુરુ વિના મુક્તિ નથી

ગુરુ વિના મુક્તિ નથી

1 min
242

પરાયો છે આ દેહ,

પણ દેહ મારો નથી,

કરેલા કર્મોની કેદ આ, 

પણ આ કેદ કાયમ નથી,


છતા, કર્મોનાં છે બંધન,

કર્મ વિના છૂટતા નથી,

કર્મો થકી જ કપાશે આ બંધન, 

માનવદેહ વારંવાર મળતો નથી,


ફરજ બજાવે સૌ નેક બની

ફરજ વીના મુક્તિ નથી,

પતિ પત્ની અને બાળકો આ વૈભવ ક્ષણિક છે,

ચિર સ્થાયી નથી આત્મા જ અમર છે, 


મોહ રાખવા જેવું કાઈ નથી, 

ફરજ મુકી બનું વૈરાગી, 

પણ વૈરાગે મુક્તિની ખાત્રી નથી, 

મુક્તિ મળે સદ્કાર્ય થકી, 


ગુરુ વિના એ શકય નથી, 

ગુરુ જ અક્ષર બ્રહ્મ છે, 

ગુરુ ચિંધ્યાં માર્ગે ચાલવું જોખમ નથી, 

ગુરુ વિના મુક્તિ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational