STORYMIRROR

Jagruti rathod "krushna"

Inspirational

4  

Jagruti rathod "krushna"

Inspirational

મોતને ટાળી શકાય ?

મોતને ટાળી શકાય ?

1 min
407

 ખીલે વસંત, જો પાનખરને વળાવી શકાય, 

 માવઠાના નીરે હરિયાળી કેમ લાવી શકાય ! 


 ખામી ખૂબીથી હોય ભર્યું, માનવ જીવન છે, 

 દૂર કરી શકો ખામી, ખૂબી ક્યાં ટાળી શકાય ? 


 છો ને અતૂટ શ્રધ્ધા ને વિશ્વાસ પણ અડગ, 

 કણ કણમાં ઈશ્વર, છતાં ક્યાં ભાળી શકાય ?

 

 હાં, રાખ થાય પળવારમાં સ્નેહતણું ઉપવન, 

 ભીતરે લીલીછમ્મ લાગણી બાળી શકાય ?


 આપ્યું સદા પ્રેમે સૌને, ન માગ્યું કદીયે કો'થી, 

 જીવન જીવ્યું કર્મફળે, મોતને ટાળી શકાય ? 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational