Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Lata Bhatt

Inspirational Others

4  

Lata Bhatt

Inspirational Others

યુગો યુગોથી

યુગો યુગોથી

1 min
210


યુગો યુગોથી જ્યાંના ત્યાં જ છીએ,

ફરી ફરી ઊગવા માટે જ આથમીએ,


કબૂલ, ચાલવામાં રાખી નથી ચાડ,

સામટી તે ય રાખી દીધી છે વાડ,

એક હોય તો ય એને ઓળંગીએ,

યુગો યુગોથી જ્યાંના ત્યાં જ છીએ.


સફર શરું થઇ ને ચકરાવવામાં,

કાચા પડ્યા સંબંધ નિભાવવામાં,

ડૂબ્યા ડૂબ્યા ભવસાગર કેમ તરીએ

યુગો યુગોથી જ્યાંના ત્યાં જ છીએ.


લાગે છે મળવાની નથી ઉતાવળ,

રાહમાં ઉગાડે એથી જ તું બાવળ,

આવી ન શકીએ, આવવા ચહીએ,

યુગો યુગોથી જ્યાંના ત્યાં જ છીએ.


તું શોધે અમારામાં બસ એક તરસ,

એમ નીકળી ગયા વરસોના વરસ,

તે મોકલ્યા કે દીપ થઇ ઝળહળીએ

યુગો યુગોથી જ્યાંના ત્યાં જ છીએ.


ભળતા ભળતા જ રસ્તા સૌ લીધા,

જમુનાના બદલે ઝાંઝવા જ પીધા,

શું કરીએ સૂકાભઠ્ઠ રણમાં રહીએ, 

યુગો યુગોથી જ્યાંના ત્યાં જ છીએ.


શ્વાસ અને શબ્દનું ના લીધુ શરણ,

એક પછી એક આવતા એમ આવરણ,

શું હતા ને કોણ હતા કેમ કહીએ,

યુગો યુગોથી જ્યાંના ત્યાં જ છીએ.


હાથમાં લખી લિખાવટ ન સ્યાહીની

અમ કરમોએ લખી કથા તબાહીની,

ભૂસાય ના એ ભૂસવા લાખ મથીએ,

યુગો યુગોથી જ્યાંના ત્યાં જ છીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational