Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Vyas Mehta

Inspirational

3  

Purvi Vyas Mehta

Inspirational

તું કેમ આટલીઆઉટ ડેટેડ રહી ?

તું કેમ આટલીઆઉટ ડેટેડ રહી ?

1 min
396


પાલવમાં વીટળાયેલ તારું બાળપણ ન છૂટે,

માટે 'મા' તારી ડ્રેસથી અળગી રહી.


કોળિયા કરી ખવડાવવામાં હરખાતી રહી એવી

કે 'મા' તારી સ્પૂન પકડવું ભૂલી ગઈ.


તારી સગવડો સાચવી એવાં થાક્યા એનાં હાથ

કે સ્માર્ટફોન કદીય ન એ ઝાલી શક્યાં.


તને ભાણું પીરસવામાં અટવાઈ એવી 'મા'

કે ટેબલ મેનર્સ એ ન કદી શીખી શકી.


તારા કરિયરને આગળ ધપાવવા તારી 'મા'

જીવન જીવવામાં તે કેવી પાછી પડી !


તારા હાસ્યને હૈયે મઢાવી રાખતી તારી 'મા'

સ્નેપચેટ ને ઇન્સટાથી ઘણી અજાણ રહી.


તારા આ અપડેટ વર્ઝન પર જે તને ગુમાન છે

એ તારી આઉટ ડેટેડમાનું બલિદાન છે!



Rate this content
Log in