Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purvi Vyas Mehta

Others

3  

Purvi Vyas Mehta

Others

સ્વપ્ન

સ્વપ્ન

1 min
354


નિશા ઢળી, હું નીંદર પોઢી;

પોપચે આવી બેઠું સ્વપ્ન,

ધીરેથી એ સરકી ગયું,


આંખલડીના નૈપથ્યમાં,

નાનકડું આ સ્વપ્ન મારું,

દોરી ગયું ત્યાં હૈયું મારું,


કળીઓ જ્યાં મસ્તીમાં ઝુમતી,

ભમરા સંગ નિર્ભય થઈ રમતી,

રંગોથી નીતરતાં ફૂલો,


ઉપવનમાં પમરાટ ફેલાવતાં,

કુદરતના ખોળામાં જાણે ,

યૌવન મદમસ્ત થઈ થનકતું,


તરુની લચકતી ડાળે,

હૈયું મારું કેવું ઝુમ્યું,

પવનના એ નાજુક સ્પર્શથી

આંખ ખુલીને સ્વપ્ન તૂટ્યું,


કળીઓ અહીં કરમાતી જોઈ,

ફૂલોને વિખરાતાં જોયાં,

ભમરાં અહીં મંડરાતાં જોયાં,

બસ, ભમરાં અહીં મંડરાતાં જોયાં.


Rate this content
Log in