સ્વપ્ન
સ્વપ્ન
1 min
253
કલમ હતી, શાહીની તરસી,
વાદળથી એક ટીપું વરસ્યું.
ઈન્દ્રધનુષી રંગોને લઈ,
એ શાહી બની કલમમાં ઉતર્યું.
શબ્દો મારા વહેતાં ગયાં,
રંગોમાં રંગાતાં ગયાં.
ભાવોમાં ભીંજાતાં ભીંજાતાં
નજર સમક્ષ એક દ્રશ્ય દીઠું.
મયુરપીંછ કાગળ પર બેઠું,
સ્વપ્ન હતું એ કેવું મીઠું !
