Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Vyas Mehta

Others

3  

Purvi Vyas Mehta

Others

રસ્તો

રસ્તો

1 min
157


ઉંબરે ઊભી રોજ એ જોતી એક રસ્તો,

એના વાડાને અડીને જાતો એક રસ્તો.


સાંભળ્યું હતું એણે-

ગલી- મહોલ્લાને મળતો આ રસ્તો,

કોઈક ઝરૂખાને તાંકતો આ રસ્તો.


ચબૂતરાની ચોતરફ ફરતો હતો રસ્તો,

વડવાઈને હળવેથી સ્પર્શતો આ રસ્તો.


ખેતરમાં કેડી બની રહેતો આ રસ્તો,

પાછી પગદંડી બની જાતો આ રસ્તો.


ધૂળિયો રસ્તો, કાંટાળો રસ્તો,

અટવાતો, કપાતો, પાદરે ફંટાતો રસ્તો.


આ આવતો ને ક્યાંક જતો હતો રસ્તો,

"મને શું જોવા મળશે આ રસ્તો ?

સમજાવશે કોઈ આ તે કેવો સિરસ્તો ?"


પ્રશ્ન એનો નહતો આ કાંઈ અમસ્તો !

ઉંબરે ઊભી રોજ એ જોતી એક રસ્તો.


Rate this content
Log in