શું કરું?
શું કરું?
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
આ શ્વાસ ક્યા લઉં હું બસ લેવાઈ જાય છે,
તારી યાદનું પણ આવું જ, અમસ્તી આવી જાય છે!
આસ પર દુનિયા ટકી એવું સાંભળ્યું તો ઘણું,
અહીં તો ગયાં ધબકાર અનાયાસે આવી જાય છે!
તારી યાદમાં તારા ગણી વ્યર્થ ના કરું રાત મારી,
નીંદરમાં જ તારા દીદારની જો સોગાત મળી જાય છે!
ફરિયાદ બધાંની કે હું અહીં રહી ને પણ અહીં નથી,
આ વાત તારી સંગતના રંગતની, મેં કોઈને કહી નથી!
મારું હોવું' ને 'હું મારામાં હોઉં' એમાં ફરક છે ઘણો,
મને ઢંઢોળે કોઈ ને હું જ મળી આવું, એ જરૂરી તો નથી?