STORYMIRROR

Purvi Vyas Mehta

Others

4  

Purvi Vyas Mehta

Others

તરસ

તરસ

1 min
440

બે બુંદ પાણીના શું વરસ્યાં,

ને બાવળિયા કેવાં હસ્યાં !

રેતીએ સમાવી લીધાં બુંદોને એવાં

જાણે હૈયા સરસા કર્યાં વસુંધરાએ !


અહીં મુશળધાર મેહુલો હતો વરસ્યો,

છતાં આપણે રહ્યાં તરસ્યાં ના તરસ્યાં.

અળગા રહ્યાં આપણે અહીં એવાં,

ન તન ભીંજાયું ન મન !


રહ્યાં આપણે કોરા ના કોરા.

કોરો કાગળ પણ નાવ બની

ફાવી ગયો અહીં, હાલકડોલક વહેતો રહ્યો,

મસ્તીમાં ભીંજાતો ગયો,


પણ મનના દળદળમાં જકડાઈને

રહી ગયાં આપણે એવાં કે

ન વહી શક્યાં, ન હૈયું સાફ કરી શકયાં,

રહ્યાં આપણે તરસ્યાં ના તરસ્યાં.


Rate this content
Log in