'મા' તારા વિશે શું લખું હું ?
'મા' તારા વિશે શું લખું હું ?
'મા' શબ્દથી મહાન બીજો કોઇ શબ્દ મને જડતો નથી,
તુજ દર્શનમાં પામું ઇશને, બીજા ચક્કરમાં પડતો નથી,
કેટકેટલી પીડા વેઠી મુજને જન્મ આપ્યો તે,
હોય તારો સાથ, તો દુ:ખમાં પણ કદી રડતો નથી,
દુનિયાના સુખ બધા હો એક તરફ, ને એક તરફ તું,
'મા' તુજને જ ઝંખું હું, ધન-દોલત માટે લડતો નથી,
જેણે 'મા' ગુમાવી એની જીંદગી બની ઓશિયાળી,
'મા'ના પ્રેમ જેવો આનંદ બીજી વાતમાં જડતો નથી,
'મા' તારી સેવામાં પામું હું ચાર ધામની યાત્રાનું ફળ,
મંદિરના પગથિયાં પછી હું જો કદીયે ચડતો નથી.
