સૌથી સવાઈ
સૌથી સવાઈ
નાની સરખી એ વાત છે દીપક,
કરવી રહી મુલાકાત છે દીપક,
જીવન ન હોય સરળ ચાલવાનું,
ડગલેને પગલે તો ઘાત છે દીપક,
સૂરના પ્રકાશતો ચોવીસ કલાકે,
દિવસ પછી રોજ રાત છે દીપક,
નાના મોટાના ભેદ તો રહેવાનાને,
જિંદગી ઈશની સોગાત છે દીપક,
હસતો ચહેરો દુઃખ ભૂલાવતોને,
અંતરમાં જુદી જ ભાત છે દીપક,
ઠાલેઠાલા કોઈ કરોના કજિયા,
લાગવાની કાળની લાત છે દીપક,
સૌથી સવાઈને તોય સૌથી ભૂંડી,
માનવ જેવી ક્યાં જાત છે દીપક !
