STORYMIRROR

Alpa Vasa

Inspirational

4  

Alpa Vasa

Inspirational

મા

મા

1 min
132

થાય ગુસ્સે જ્યાં પિતા, તો ઢાલ સમ છે મા,

કામ છોડી દોડતી, ઉપરાણું લે છે મા.


હાથમાં જાદૂઈ સ્પર્શ એ સદા રાખે,

દર્દ સઘળું છૂમંતર, થઈ જાય એ છે મા.


કોકથી નજરાઈ જશે બાળ એ બીકે,

રોજ મીઠ્ઠું રાઈ માથે ફેરવે છે મા.


વાંક પુત્રનો કાઢશે નહીં ભૂલથી ક્યારેય,

ને વખાણો પારકા સામે કરે છે મા.


બાળ એનામાં સતત ઘબકે છે ધબકારે,

દેહથી દઈ દેહ આ, ઈશ્વર બની છે મા. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational