આગવો સ્પર્શ
આગવો સ્પર્શ
કૂંપળને ફૂલ બનાવી જીવનને એ નિખારે રાખે છે,
પ્રેમનો સાગર, વાદળ બની મીઠા જળથી સીંચે રાખે છે,
સ્નેહમાં ઉમંગ ઉભરાય ને ક્યારેય ના ઓછો થાય,
એટલેજ તો એ મા છે જે દુખ વેઠી સુખ આપે રાખે છે,
હર્ષ આપણા મુખ ઉપર જોવા સદાય તત્પર થાય,
ને એના આંસુ આંખોમાં સંતાડી અમી વરસાવે રાખે છે,
પરિવાર આખાને આયખું આખુ ધરી એને સંતોષ થાય,
આલિંગનનો એવો અદ્ભૂત આગવો સ્પર્શ બધાને અર્પે રાખે છે,
જો આવે કોઈ વિપદા તો પ્રભુ સાથે પણ ઝગડો થાય,
એટલેજ મા પ્રભુતુલ્ય બની છાયા સદાય પાથરે રાખે છે.
