STORYMIRROR

Rita Macwan

Inspirational

4  

Rita Macwan

Inspirational

ચાલ, જીંદગી જીવી લઈએ..

ચાલ, જીંદગી જીવી લઈએ..

1 min
484

ચાલ, જિંદગી જીવી લઈએ....

હૈયામાં હામ, જિહ્વામાં મીઠાશ ભરી..

ચાલ, જિંદગી જીવી લઈએ....


આંખોમાં અમી, પ્રેમ દુનિયા નમી..

ચાલ, જિંદગી જીવી લઈએ...


માયાના મૃગ ત્યજી, મન વશમાં કરી...

ચાલ, જિંદગી જીવી લઈએ....


છળકપટ છોડી, સત્ય સમીપે સરી..

ચાલ, જિંદગી જીવી લઈએ....


ન સાથી ન સંગાથી ,મસ્તમૌલા બની..

ચાલ, જિંદગી જીવી લઈએ..


નામ છે તેનો નાશ છે, સત્ય સ્વીકાર કરી..

ચાલ, જિંદગી જીવી લઇએ..


મર્કટ સમ મન તડપે, "ઈશ" સમીપે સરી...

ચાલ, જિંદગી જીવી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational