વાચાળ મૌન...
વાચાળ મૌન...
આંખો આંખોમાં, એ ઘણું બધું કહી ગયા,
હસતા હસતા, પીઠમાં ઘાવ આપી ગયા,
નફરત કરે છે, આજે એ મને ભલે,
અમૃત સમજી, ગમનો ઘૂંટડો પી ગયા,
અઢળક યાદ તારી, એજ મારી જાયદાદ,
વાચાળ એવા અમે, આજે મૌન બની ગયા,
ઘેરી વળી જ્યારે દિલની ફરિયાદ,
તૂટીને, તડપીને દરદ અમે પી ગયા,
બધાને ખુશી આપી, ગમ શું કામ કરું ?
અમારા માટે અમે જીવતા શીખી ગયા.