અપરિચિત
અપરિચિત
અપરિચિત આંખોથી હું પરિચિત થયો
ને સ્નેહના ઊંડા કૂવામાં હું ઉતરી ગયો,
અજાણ્યો હતો હું આ સ્નેહના કૂવાથી,
એ કામુક આંખોથી અંજાઈને હું પડ્યો,
ન જાણે કેમ હું આજ અચાનક તરવા લાગ્યો,
ખરું કહું તો એ અજાણી આંખોનો સહારો મળ્યો,
બસ, અનુભવ થયો મને એના સાચા પ્રેમનો,
મળ્યા બેઉ દિલ હેતને માંડવે ને સંસાર સાગર મળ્યો.

