આશ અધૂરી
આશ અધૂરી
આશ અધૂરી રહી ગઈ, પ્યાસ અધૂરી રહી ગઈ,
રાહ જોવાનું તું કહીને ગઈ મુદત પૂરી થઈ ગઈ,
તારા પર વિશ્વાસ કરીને વિશ્વાસઘાત સહી ગયો,
તારા સુખ ખાતર મારાં સુખની છાયા વિસરાઈ ગઈ,
ના સમજી શક્યો હું તને કે ના સમજી શકી તું મને,
તને વફા રહીને મે પ્યાર કર્યો ને તું બેવફા બની ગઈ,
તારા પ્યાર માટે પાગલ બની હું ધુમતો રહ્યો,
તું નિજ સ્વાર્થ ખાતર આઝાદ બની ગઈ.
