શહિદ
શહિદ
ક્યાં સુધી સહેતા રહીશું શહીદી,
ક્યાં સુધી વ્હોરા રહીશું શહીદી.
મા ગુમાવે પુત્ર પનોતો, પત્ની ગુમાવે કંથ,
બાળકો ખૂણાને છત્રછાયા, ક્યારે આવશે અંત.
જન્મ થયો ત્યારે મીઠડા ગીત ગવાયા,
શહિદ થયો ને ગવાયા છે મરસિયા.
કોઇ બેનીનો ગયો જવતલ હોમનારો,
ભારત દેશનો સપૂત ખોવાયો થઇને શહીદ.
