આવ્યા
આવ્યા
નેણથી નીકળી ને ગોખ સુધી આવ્યા
ઘેરથી નીકળી ને ચોક સુધી આવ્યા.
ઓળંગી ઉંબરો અને ચાલી નીકળ્યા
પાંપણેથી વહી ને હોંઠ સુધી આવ્યા.
ઝાલ્યા ન ઝલાયા કેમેય આંસુ મારા
આસ્તે રહીને છેક ડોક સુધી આવ્યા.
ખારાશ આંસુની પ્રસરી ગઈ ભીતરે
સ્પર્શ હૂંફાળો લઈ ચોટ સુધી આવ્યા.
કેદ તોડી બંધ આંખની ફરાર થયાં
ડૂસકે ડૂસકે થૈ પોક સુધી આવ્યા.
હતા સીમિત મુજથી જ મુજ લગી
લાંઘી મર્યાદા અને લોક સુધી આવ્યા.

