STORYMIRROR

anjana Vegda

Others

4  

anjana Vegda

Others

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min
332

સાગર દરિયા ઝરણાં નદી,

પથ્થર પહાડ ખીણો ઊંડી,


ફળ ફૂલ છોડ ઝાડ પાનમાં,

ઉપવન વન વગડા વેરાનમાં,


રેત સૂકા એ વિશાળ રણમાં,

તુજ વિશ્વનાં દરેક સ્થળમાં,


છીછરાં ઊંડા શીત જળમાં,

ઈશ તારું તત્વ સમાયેલું છે,


ક્ષણે ક્ષણમાં ને પળે પળમાં,

તુજ અસ્તિત્વ ધરબાયેલું છે.


Rate this content
Log in