STORYMIRROR

Artist Patel Nirupa 'ચાતક'

Tragedy Others

4  

Artist Patel Nirupa 'ચાતક'

Tragedy Others

મરણ

મરણ

1 min
361

જીવતા હતા ત્યારે જીવવાના દીધા સુખમાં,

મર્યા પછી હાડકાં જબોરે સૌ ગંગામાં,


હૈયાફાટ રૂદન સહુ કરે એકબીજાના કાનમાં,

પછી યાદોને વાગોળયા કરે નવરાશમાં,


વિલીન દેહ બે - ચાર ચંદનના લાકડામાં,

પતાવે વિધિ બે-ચાર ટીપાં ઘીના વાટકામાં,


બારમું પતાવી સહુ ખોલી જુએ પટારામાં,

જોઈ પટારો ખાલી નિશાશા નાખે મનમાં,


પછીથી સહુ કહેતા ફરે આખા ગામમાં,

કઈ ભેગું જ નથી કર્યુ એમને જીવનમાં,


'ચાતક' આજ મરી પરવારી જીવનમાં,

આજે સૌને રડાવી હું ચાલી સમશાનમાં,


જીવન આખું ગુજારી ગઈ દુઃખમાં,

પણ મોત મળી ગયું આજ સુખમાં,


જીવતા હતા ત્યારે જીવવાના દીધા સુખમાં,

મર્યા પછી હાડકાં જબોરે સૌ ગંગામાં !


साहित्याला गुण द्या
लॉग इन

More gujarati poem from Artist Patel Nirupa 'ચાતક'

Similar gujarati poem from Tragedy