સ્ત્રી
સ્ત્રી


ક્યાંકને ક્યાંક સ્ત્રી પીડાય છે,
ક્યાંક દારૂડિયા પતિની
શિકાર બની પત્ની પીડાય છે...
ક્યાંક હવસખોર હેવાનિયતની
શિકાર બની બાળકી પીડાય છે...
ક્યાંક માલમોલતની લાલચની
શિકાર બની પુત્રવધૂ પીડાય છે...
ક્યાંક દીકરા-દીકરીના ભેદભાવની
શિકાર બની દીકરી પીડાય છે...
ગર્ભમાં દીકરીને મારવા મજબૂતીનો
શિકાર બની માતા પીડાય છે....
ક્યાંક સંતાનના વ્યવહારથી
લાચાર ઘરડી માતા પીડાય છે...
યુગોયુગોથી પીડાય છે સ્ત્રી .....
સ્ત્રીનો શું વાંક ?
શું સ્ત્રી હોવાની આટલી મોટી સજા...?
Patel Nirupa 'ચાતક'