STORYMIRROR

Gopal Dhakan

Tragedy

4  

Gopal Dhakan

Tragedy

એક મા નું સંવેદન

એક મા નું સંવેદન

1 min
516


મારી કોયલના ટહુકાને દીધો છે ડામ.

કહો જોઈ કેમ ભાળું સઘળી નર જાતિમાં હવેથી અવધપતિ રામ.


ગાલ જેના જોઈ અમે જીવતા'તા એમ હવે મુખ જોઈ આવે છે આંસુ.

બારી જો હોય તો બંધે ય કરું ખરી આ કેમ કરી આકાશ હું વાસુ.

ચારે દિશાથી બસ ફેલાતી દુર્ગંધમાં કરમાઈ ગયા કેટલાય પાન.

મારી કોયલના ટહુકાને દીધો છે ડામ.


કોણ જાણે કેવી તે ઉઘડી સવાર હશે કોણ જાણે કેવી એ ઘડી.

ક્યાં કારણે કોણ જાણે ઓચિંતી એ ઘડી ફૂલ પર વીજળી પડી.

પાંદડીઓની ચીસોથી બળી રહી છે હજી વગડાની કળીઓ તમામ.

મારી કોયલના ટહુકાને દીધો છે ડામ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy